ક્લિનિકલ સંશોધન શું છે?
ક્લિનિકલ સંશોધન ક્લિનિકલ અભ્યાસો (જેને ક્લિનિકલ ટ્રાયલ પણ કહેવાય છે તે)માં થાય છે. તે તબીબી અવસ્થાઓ અને રોગોને કાબૂમાં રાખવામાં અથવા સારવારમાં આગળ વધવા માટે નિર્ણાયક બાબત હોય છે. તમામ સંભવિત દવાઓ લોકો દ્વારા ઉપયોગમાં લેવામાં આવવા માટે મંજૂર અને પ્રીસ્ક્રાઇબ કરવામાં આવી શકે તે પહેલાં તેને ક્લિનિકલ અભ્યાસોમાં તપાસવામાં આવે તે આવશ્યક છે.
ક્લિનિકલ અભ્યાસ દરમિયાન, સંશોધકો અભ્યાસની દવા વિશે વિવિધ બાબતો શોધી કાઢવા માંગી શકે છે, જેમ કે:
- તેની સુરક્ષિતતા.
- તેની કાબૂમાં કરી શકાય તેવી આડઅસરો છે કે કેમ.
- તેનાથી લોકો વધુ સારું અનુભવી શકે છે કે નહીં અથવા તે તેમની અવસ્થામાં સુધારો લાવી શકે છે કે નહીં.
- કયો ડોઝ સૌથી વધુ સુયોગ્ય હોઈ શકે છે.
ક્લિનિકલ અભ્યાસોના પ્રકારો
ક્લિનિકલ સંશોધનની પ્રક્રિયામાં 4 પગલાં રહેલાં છે, જેને ”તબક્કા” કહેવાય છે. સંશોધકોને જુદા-જુદા પ્રશ્નોના જવાબ મેળવવામાં મદદ મળી રહે તે માટે દરેક તબક્કાનો એક અલગ હેતુ હોય છે. વિકાસના દરેક તબક્કામાં, જેનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું હોય તે અભ્યાસની દવા આગળના તબક્કામાં જવાનું ચાલુ રાખી શકે કે કેમ તે જોવા માટે આરોગ્ય સત્તાધિકારીઓ પરિણામોને તપાસે છે.
જ્યારે અભ્યાસની દવા 3 તબક્કામાંથી પસાર થઈ જાય, ત્યારે તે મંજૂરી માટે સબમિટ કરવા માટે તૈયાર હોઈ શકે છે. આરોગ્ય સત્તાધિકારીઓ સામાન્ય જનતા દ્વારા ઉપયોગમાં લેવા માટે તેને મંજૂર કરે તો પણ, દવાનું હજી નિરીક્ષણ કરવાની જરૂર હોય છે. આ અંતિમ તબક્કા (4) દરમિયાન, સંશોધકો એ બાબતનું પરીક્ષણ કરે છે કે દવાને ઘણી વાર લાંબા સમયમાં, જ્યારે ક્લિનિકલ સંશોધનના સેટિંગની બહાર ઉપયોગમાં લેવામાં આવે ત્યારે તે કેટલી સારી રીતે કામ કરે છે.
LIVERAGE™ અને LIVERAGE™ Cirrhosis અભ્યાસો એ બંને તબક્કા 3માં છે.
ક્લિનિકલ અભ્યાસોમાં કોણ-કોણ સામેલ હોય છે?
ક્લિનિકલ અભ્યાસો ક્લિનિક, હોસ્પિટલો, પ્રાઇવેટ પ્રેક્ટિસ અથવા સર્જરીઓમાં થાય છે. આ તમામને અભ્યાસની સાઇટ કહેવાય છે. ક્લિનિકલ અભ્યાસ દરમિયાન, તમને અભ્યાસની સમર્પિત ટીમનો સપોર્ટ મળશે. આ ટીમમાં સામાન્ય રીતે ડૉક્ટર, નર્સ અને આરોગ્ય-સંભાળના અન્ય વ્યાવસાયિકોનો સમાવેશ થાય છે. તેમાં અભ્યાસના કોઓર્ડિનેટર અને અન્ય કર્મચારીગણ પણ સામેલ હોઈ શકે છે. અભ્યાસની ટીમના દરેક સભ્ય તમારા આરોગ્ય અને સુખાકારીનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કરવા પ્રત્યે પ્રતિબદ્ધ હોય છે.
ક્લિનિકલ અભ્યાસમાં જોડાવાથી તમને તમારી અવસ્થા વિશે વધુ જાણવાની તથા ભવિષ્યમાં ફેટી લીવરના રોગની સાથે જીવી રહેલાં અન્ય લોકોની મદદ કરવાની તક મળી શકે છે.
સંબંધિત લિંક
નીચે આપેલા બટનને પસંદ કરીને તમે એ સ્વીકારો છો કે તમે LIVERAGE™_LIVERAGE™ Cirrhosis અભ્યાસોની વેબસાઇટ છોડીને બીજી વેબસાઇટ પર આગળ વધી રહ્યા છો કે જે LIVERAGE™_LIVERAGE™ Cirrhosis અભ્યાસોની વેબસાઇટની પ્રાઇવસી પોલિસી હેઠળ આવરી લેવામાં આવતી નથી.
વેબસાઇટ પર આગળ વધો
