MAFLD, NAFLD, MASH અને NASH એટલે શું?
મેટાબોલિક ડિસફંક્શન-એસોશિયેટેડ ફેટી લીવરના રોગ (MAFLD), માં, વ્યક્તિના લીવરમાં ઘણી બધી ચરબી જમા થઈ ગઈ હોય છે. જો તેની સારવાર કરવામાં ન આવે, તો આ લીવરની વધુ ગંભીર સમસ્યાઓ પર આગળ વધી શકે છે. MAFLD એ અગાઉ જેને નોન-આલ્કોહોલિક ફેટી લીવરનો રોગ (NAFLD) કહેવામાં આવતો હતો તેના માટેનો એક નવો શબ્દ છે.
લીવરમાં રહેલી વધારાની ચરબીને લીધે બળતરવાળો સોજો અને ઘાની નિશાની થઈ શકે છે – આને મેટાબોલિક ડિસફંક્શન-એસોશિયેટેડ સ્ટીટોહીપેટાઇટિસ (MASH) કહેવાય છે. MASH એ અગાઉ જેને નોન-આલ્કોહોલિક સ્ટીટોહીપેટાઇટિસ (NASH) કહેવામાં આવતું હતું તેના માટેનો એક નવો શબ્દ છે.
વધુ સ્વાસ્થ્યપ્રદ ભોજન કરવાથી અને શારીરિક પ્રવૃત્તિમાં વધારો કરવાથી લીવરના ગંભીર નુકસાન તરફ આગળ વધવાને રોકી શકાય છે.
જો કોઈ પગલાં લેવામાં ન આવે, તો ચાલી રહેલો બળતરવાળો સોજો અને ઘાની નિશાની સિરોસિસ નામની લીવરની ગંભીર અવસ્થા સુધી દોરી જઈ શકે છે.
સિરોસિસવાળા લીવરમાં ઘાની કદાચ એટલી બધી નિશાની થઈ શકે છે કે તે હવે શરીરમાં તેના મહત્ત્વપૂર્ણ કાર્યોને કરી શકતું નથી.
MASHથી પીડિત લોકોમાં મેદસ્વિતા અને ટાઇપ 2 ડાયાબિટીસ જેવી વધારાની સંબંધિત અવસ્થાઓ થવાની પણ વધુ સંભાવના રહેલી છે.
હું મારા લીવરને લઈને સમસ્યાઓ ધરાવું છું કે નહીં તે હું કેવી રીતે જાણું?
MASHના પ્રારંભિક તબક્કામાં રહેલાં કેટલાંક લોકોમાં કોઈ પણ દેખીતાં લક્ષણો હોતા નથી. તે અંગે જાણવાની એકમાત્ર રીત કેટલાંક તબીબી પરીક્ષણો કરાવવાની છે. લીવરના નુકસાનનું વહેલું નિદાન મહત્ત્વનું હોય છે, જેથી તેને આગળ વધવાથી રોકવા માટે પગલાં લઈ શકાય. શક્ય એટલી વહેલી તકે સકારાત્મક ફેરફારો કરવાથી હૃદય રોગ જેવી અન્ય સંબંધિત અવસ્થાઓને ટાળવામાં મદદ મળી શકે છે.
જીવનશૈલી સંબંધી ફેરફારો
જીવનશૈલી સંબંધી કેટલાક ફેરફારો કરવા એ લીવરના ગંભીર નુકસાન (સિરોસિસ) સુધી આગળ વધવાને રોકવા માટેની ચાવીરૂપ (મુખ્ય) બાબત છે. વધુ સ્વાસ્થ્યપ્રદ ભોજન અને શારીરિક પ્રવૃત્તિ કરવા વિશે આરોગ્ય-સંભાળના વ્યાવસાયિકોથી મળતી સલાહ ખૂબ જ મદદરૂપ થઈ શકે છે. પર્યાપ્ત માત્રામાં ઊંઘ મેળવવી તે પણ મહત્ત્વનું છે.
સારવારના વિકલ્પો
આ માહિતી લખતી વખતે, ડૉક્ટરો માટે ચોક્કસ રૂપથી MAFLD અથવા MASHથી પીડિત લોકોની સારવાર કરવા માટે પ્રીસ્ક્રાઇબ કરી આપવા સારવારના ખૂબ જ મર્યાદિત વિકલ્પો રહેલા છે. તમારા આરોગ્ય-સંભાળના પ્રદાતા ટાઇપ 2 ડાયાબિટીસ અથવા હાઇ બ્લડ પ્રેશર જેવી MASHને જટિલ કરી શકતી અવસ્થાઓની સારવાર કરવા માટેની દવાઓ પર સંભવિતપણે ધ્યાન કેન્દ્રિત કરશે.
MASH માટેની સારવારના વિકલ્પો મર્યાદિત છે. તમે એવા ક્લિનિકલ સંશોધનમાં મુખ્ય ભૂમિકા ભજવી શકો છો કે જેનો હેતુ ચોક્કસ રૂપથી આ અવસ્થાથી પીડિત લોકો માટેની સંભવિત દવાને બહેતર બનાવવાનો હોય.
સંબંધિત લિંક
નીચે આપેલા બટનને પસંદ કરીને તમે એ સ્વીકારો છો કે તમે LIVERAGE™_LIVERAGE™ Cirrhosis અભ્યાસોની વેબસાઇટ છોડીને બીજી વેબસાઇટ પર આગળ વધી રહ્યા છો કે જે LIVERAGE™_LIVERAGE™ Cirrhosis અભ્યાસોની વેબસાઇટની પ્રાઇવસી પોલિસી હેઠળ આવરી લેવામાં આવતી નથી.
વેબસાઇટ પર આગળ વધો
