આ પ્રાઇવસી નોટિસ એ વર્ણવે છે કે અમે આ વેબસાઇટ અને સોશિયલ મીડિયા મારફતે તમારા વિશે એકત્ર કરીએ છીએ તે વ્યક્તિગત ડેટાની Boehringer Ingelheim International GmbH (હવે પછી “Boehringer Ingelheim”, “અમે”, “અમારું/અમારી/અમારો/અમારા”, “અમને”) કેવી રીતે અને કયા હેતુઓ માટે પ્રક્રિયા કરે છે.

કન્ટેન્ટ
1. ડેટા પ્રક્રિયાકરણના હેતુઓ  
1.1 નોંધણી, સંચાર (વેબસાઇટ અને સોશિયલ મીડિયાની ચેનલો)  
1.2 કૂકીનો ઉપયોગ અને તેનાથી સંબંધિત ડેટા પ્રક્રિયાકરણ (વેબસાઇટનું ઓપ્ટિમાઇઝેશન, વિશ્લેષણ, જાહેરાત આપવી)  
1.3 ફાર્માકોવિજિલન્સ 
1.4 વધુ આગળના હેતુઓ  
2. વ્યક્તિગત ડેટાનું ટ્રાન્સફર 
2.1 નિયમનકારી સત્તાધિકારીઓને જાણ કરવાની જવાબદારીઓ તથા અધિકારોને લાગુ કરવા 
2.2 સેવાના પ્રદાતા (પ્રોસેસર)  
2.3 Boehringer Ingelheimની કંપનીઓ  
2.4 ત્રીજા પક્ષોને ટ્રાન્સફર કરવું  
2.5 અન્ય ફાર્માસ્યુટિકલ કંપનીઓ  
2.6 સોશિયલ પ્લગઇન અને ત્રીજા-પક્ષનું કન્ટેન્ટ  
2.7 EUની બહારના પ્રાપ્તકર્તાઓને ડેટા ટ્રાન્સફર કરવો 
3. જાળવી રાખવાની અવધિઓ 
4. તમારા અધિકારો 
5. સંપર્ક અને પ્રશ્નો 
6. આ પ્રાઇવસી નોટિસના ફેરફારો 

 

1. ડેટા પ્રક્રિયાકરણના હેતુઓ 
1.1 નોંધણી, સંચાર (વેબસાઇટ અને સોશિયલ મીડિયાની ચેનલો) 

અમે તમને અમારી વેબસાઇટ પર સેવાઓ પ્રદાન કરવા માટે તમારા ડેટાની પ્રક્રિયા કરીએ છીએ, ઉદાહરણ તરીકે, જ્યારે તમે નોંધણી કરો, લોગ ઇન કરો, તાલીમના અભ્યાસક્રમો અને ઇવેન્ટમાં ભાગ લો અથવા અમને મેસેજ મોકલો છો.

જ્યારે તમે અમારી સોશિયલ મીડિયાની ચેનલો (Instagram, LinkedIn વગેરે) પર કેમ્પેનમાં સહભાગી થાઓ અથવા અમને પૂછપરછો કે ટિપ્પણીઓ મોકલો ત્યારે પણ અમે તમારા ડેટાની પ્રક્રિયા કરીએ છીએ.

કાનૂની આધાર અનુચ્છેદ 6 (1) b) GDPR છે.

1.2 કૂકીનો ઉપયોગ અને તેનાથી સંબંધિત ડેટા પ્રક્રિયાકરણ (વેબસાઇટનું ઓપ્ટિમાઇઝેશન, વિશ્લેષણ, જાહેરાત આપવી)

અમે કૂકી (તમારા બ્રાઉઝર પર મૂકવામાં આવતી નાની-નાની ટેક્સ્ટ ફાઇલો) અને તેના જેવી ટેક્નોલોજી, જેમ કે પિક્સેલ ટેગ્સ (હવે પછી “કૂકી” તરીકે સંદર્ભિત)નો ઉપયોગ કરીએ છીએ.

1.2.1 અત્યાવશ્યક કૂકી 

પેજ નેવિગેશન, વેબસાઇટનાં સુરક્ષિત ક્ષેત્રોની ઍક્સેસ અથવા ભાષા સેટિંગ જેવી મૂળભૂત સુવિધાઓ પ્રદાન કરીને વેબસાઇટ યોગ્ય રીતે કાર્ય કરી શકે તે માટે અત્યાવશ્યક કૂકી જરૂરી હોય છે. કાનૂની આધાર અનુચ્છેદ 6 (1) b) GDPR છે અમે આ અત્યાવશ્યક કૂકીને 14 દિવસથી વધુ સમય માટે સ્ટોર કરતા નથી

1.2.2 વેબસાઇટનું ઓપ્ટિમાઇઝેશન અને વિશ્લેષણ 

તમારી સંમતિના આધારે, અમે કૂકીને સેટ કરીએ છીએ અને તમે અમારી વેબસાઇટનો કેવી રીતે ઉપયોગ કરી રહ્યા છો તેનું વિશ્લેષણ કરીએ છીએ. આ રીતે, અમે અમુક સેવાઓ કેટલી સારી રીતે સ્વીકારવામાં આવે છે તે વિશેની માહિતી એકત્ર કરીએ છીએ અને અમે તેને તેમજ અમારી વેબસાઇટને એડ્જસ્ટ કરી શકીએ છીએ અને બહેતર બનાવી શકીએ છીએ.

તમે અહીં કોઈ પણ સમયે તમારી સંમતિને પાછી ખેંચી શકો છો

1.3 ફાર્માકોવિજિલન્સ 

એક ફાર્માસ્યુટિકલ કંપની તરીકે, Boehringer Ingelheimએ પ્રતિકૂળ અસરો અથવા દવાથી સંબંધિત અન્ય કોઈ પણ સમસ્યાને શોધી કાઢવા, તેની આકારણી કરવા, તેને સમજવા અને અટકાવવાથી સંબંધિત અમુક પ્રવૃત્તિઓને હાથ ધરવી જરૂરી હોય છે, જે ફાર્માકોવિજિલન્સની જવાબદારીઓ તરીકે પણ ઓળખાય છે. ફાર્માકોવિજિલન્સની જવાબદારીઓ અમારા માટે અમુક માહિતી, જે અમને કોઈ વ્યક્તિ, એટલે કે દર્દી અને/અથવા પ્રતિકૂળ ઘટનાની જાણ કરનારની પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે ઓળખ કરવા દઈ શકે (વ્યક્તિગત ડેટા), તેની પ્રક્રિયા કરવાનું જરૂરી બનાવે છે.

અમારે નીચેના વ્યક્તિગત ડેટાની પ્રક્રિયા કરવાની જરૂર પડી શકે છે:

જાણ કરનાર વિશે:

  • પૂરું નામ, આદ્યાક્ષરો અને સંપર્કની વિગતો (જેમાં તમારું સરનામું, ઇ-મેઇલ સરનામું અને ફોન નંબર સામેલ હોઈ શકે છે), વ્યવસાય (દા.ત., ફિઝિશિયન, ફાર્માસિસ્ટ).

દર્દી (રિપોર્ટના સબ્જેક્ટ) વિશે:

  • આદ્યાક્ષરો (પ્રદાન કરવામાં આવ્યા મુજબ) દર્દીનું નામ ક્યારેય નહીં; લિંગ; ઉંમર / જન્મ તારીખ / વય જૂથ;
  • Boehringer Ingelheimની પ્રોડક્ટ કે જેને લીધે પ્રતિક્રિયા થવાની શંકા હોય તેનાથી સંબંધિત વિગતો, જેમ કે એડમિનિસ્ટ્રેશનની માહિતી, બેચ નંબર;
  • પ્રતિકૂળ ઘટનાથી સંબંધિત હજુ વધુ વિગતો: ચોક્કસ રૂપથી શું થયું હતું?; પ્રતિકૂળ ઘટનાનો ઘટનાક્રમ અને પરિણામ, શરૂ થવાની અને સમાપ્ત થવાની તારીખ, પ્રથમ વખતંના યુઝર?, સહવર્તી દવાઓ અને/અથવા રોગો અંગેની માહિતી; ઘટનાની ગંભીરતા; Boehringer Ingelheimની પ્રોડક્ટ અને પ્રતિકૂળ ઘટનાની વચ્ચે રહેલા સંભવિત કારણદર્શક સંબંધ અંગે દર્દી અને/અથવા જાણ કરનારનો દૃષ્ટિકોણ;

પ્રતિકૂળ ઘટનાઓ અંગેની ઉચ્ચ ગુણવત્તાયુક્ત અને સંપૂર્ણ માહિતી મેળવવા માટે જાણ કરનારની સાથે ફૉલો-અપ કરવામાં અમને સક્ષમ બનાવવા માટે સંપર્ક માહિતી માંગવામાં આવે છે. જો જાણ કરનાર Boehringer Ingelheim અથવા સત્તાધિકારીઓને પોતાની સંપર્ક વિગતો પ્રદાન કરવા માંગતા ન હોય, તો જાણ કરનાર, જાણ કરનારનાં નામના ફીલ્ડમાં “પ્રાઇવસી” દાખલ કરી શકે છે.

અમે આ માટે તમારા વ્યક્તિગત ડેટાની પ્રક્રિયા કરી શકીએ છીએ: (i) જાણ કરાયેલી પ્રતિકૂળ ઘટનાનું વિશ્લેષણ કરવા; (ii) હજુ વધુ માહિતી માટે જાણ કરનારનો સંપર્ક કરવા; (iii) પ્રતિકૂળ ઘટના વિશેની માહિતી ભેગી કરવા અને Boehringer Ingelheim International GmbH દ્વારા સંચાલિત અમારા વૈશ્વિક ફાર્માકોવિજિલન્સ ડેટાબેઝ મારફતે વિશ્વભરમાં Boehringer Ingelheimને પ્રાપ્ત થતી અન્ય પ્રતિકૂળ ઘટનાઓ વિશેની માહિતી સાથે તેનું વિશ્લેષણ કરવા તથા (iv) વિશ્વભરના આરોગ્ય સત્તાધિકારીઓને ફાર્માકોવિજિલન્સ સાથે સંબંધિત માહિતીની જાણ કરવા. જાણ કરવામાં આવેલા વ્યક્તિગત ડેટાનો ઉપયોગ એકમાત્ર આ હેતુઓ માટે જ કરવામાં આવશે. વ્યક્તિગત ડેટાની વિશેષ શ્રેણીઓ સહિત ફાર્માકોવિજિલન્સ સાથે સંબંધિત વ્યક્તિગત ડેટાની પ્રક્રિયા કરવા માટેનો કાનૂની આધાર, અનુચ્છેદ 9 (2)(i) GDPR છે જે કલમ 22 (1)(c) જર્મન ફેડરલ ડેટા પ્રોટેક્શન એક્ટના સંબંધમાં અને વધુમાં EUની બહાર ટ્રાન્સફર કરવા માટે અનુચ્છેદ 49 (1) e) GDPRના સંબંધમાં છે.

અમે ફાર્માકોવિજિલન્સથી સંબંધિત માહિતીને આર્કાઇવ કરવા માટે કાનૂની રીતે બંધાયેલા છીએ, જેમાં Boehringer Ingelheimની સંબંધિત પ્રોડક્ટ જે કોઈ પણ દેશના માર્કેટમાં મૂકવવામાં આવી હતી તેમાં માર્કેટ અધિકૃતિના સમયગળા માટે વત્તા માર્કેટ અધિકૃતિની સમયસીમા સમાપ્ત થઈ ગયા પછી ઓછામાં ઓછા વધુ આગળના દસ (10) વર્ષ માટેના તમારા વ્યક્તિગત ડેટાનો સમાવેશ થઈ શકે છે.

1.4 વધુ આગળના હેતુઓ 

જો જરૂરી હોય તો, અમે વધારાના હેતુઓ માટે તમારા વ્યક્તિગત ડેટાની પ્રક્રિયા કરીએ છીએ:

  • અમારા કાયદેસરના હિતોને સંતોષવા (અનુચ્છેદ 6 (1) f) GDPR), જેમાં નીચેનાનો સમાવેશ થાય છે:

    (i) કોર્પોરેટ વ્યવહાર પૂર્ણ કરવા માટે (દા.ત., કોર્પોરેટ રીસ્ટ્રક્ચરિંગ, સેલ અથવા અસ્કયામતોની સોંપણી, મર્જર);

    (ii) અમારાં અધિકારો, મિલકત અને હિતોનું રક્ષણ કરવા, લાગુ કરવા અને તેનો બચાવ કરવા માટે;
  • કાનૂની જવાબદારીઓ, અદાલતના આદેશો અથવા જાહેર સત્તાધિકારીઓના અન્ય બંધનકારક નિર્ણયોનું અનુપાલન સુનિશ્ચિત કરવા (અનુચ્છેદ 6 (1) c) GDPR).
  • અનુચ્છેદ 13(2)(e) GDPR અનુસાર કરારમાં રહેલી/વૈધાનિક જરૂરિયાત તરીકે.
2. વ્યક્તિગત ડેટાનું ટ્રાન્સફર 

અમે ત્રીજા પક્ષોની સાથે વ્યક્તિગત ડેટાને શેર કરી શકીએ છીએ અને/અથવા તેમની સમક્ષ જાહેર કરી શકીએ છીએ:

2.1 નિયમનકારી સત્તાધિકારીઓને જાણ કરવાની જવાબદારીઓ તથા અધિકારોને લાગુ કરવા 

જાણ કરવા સંબંધી કાનૂની જવાબદારીઓનું પાલન કરવા, અમારા અધિકારો અને/અથવા ત્રીજા-પક્ષોના અધિકારોનું રક્ષણ કરવા માટે, અમે કાનૂની જોગવાઈઓ (દા.ત., શંકાસ્પદ પ્રતિકૂળ ઘટનાના સંદર્ભમાં ફરજિયાત રિપોર્ટ) અનુસાર અધિકાર ધારકો, સલાહકારો, અદાલતો અને સક્ષમ સત્તાધિકારીઓ સાથે વ્યક્તિગત ડેટાને શેર અને જાહેર કરી શકીએ છીએ.

2.2 સેવાના પ્રદાતા (પ્રોસેસર) 

અમે આ પ્રાઇવસી પોલિસીમાં વર્ણવેલા હેતુઓ માટે તમારા વ્યક્તિગત ડેટાની પ્રક્રિયા કરવા માટે સેવાના પ્રદાતાઓને રાખીએ છીએ. આ સેવાના પ્રદાતાઓ માત્ર અમારા વતી, અમારી સૂચનાઓ અનુસાર, અમારા નિયંત્રણ હેઠળ અને આ પ્રાઇવસી પોલિસી અનુસાર જ ડેટાની પ્રક્રિયા કરે છે.

2.3 Boehringer Ingelheimની કંપનીઓ 

કંપનીઓના વૈશ્વિક ગ્રૂપના ભાગ રૂપે, અમે Boehringer Ingelheimની અન્ય કંપનીઓને સામેલ કરીએ છીએ કે જે ડેટાના પ્રક્રિયાકરણને લઈને અમને સપોર્ટ આપે છે (દા.ત., જાણ કરવામાં આવેલી પ્રતિકૂળ ઘટનાનું વિશ્લેષણ કરવા અને તેની પ્રક્રિયા કરવાની અમારી ફાર્માકોવિજિલન્સ જવાબદારીઓના ભાગ રૂપે). આ ગ્રૂપ કંપનીઓ અનુચ્છેદ 26 GDPR અનુસાર જોઇન્ટ કન્ટ્રોલર તરીકે આ પ્રાઇવસી પોલિસીમાં જણાવેલા હેતુઓ માટે એક્સક્લૂસિવ રીતે ડેટાની પ્રક્રિયા કરે છે.

2.4 ત્રીજા પક્ષોને ટ્રાન્સફર કરવું 

અમે કરાર પર રહેલા ભાગીદારોને ડેટા ટ્રાન્સફર કરીએ છીએ કે જેઓ તેમની પોતાની જવાબદારી હેઠળ અને તેમના પોતાના હેતુઓ માટે ડેટાની પ્રક્રિયા કરે છે (દા.ત., LinkedIn અથવા Twitter, જો તમે તમારી સંમતિ આપી હોય તો). ડેટાને એકમાત્ર આ પ્રાઇવસી પોલિસીમાં વર્ણવેલા હેતુઓ માટે જ ટ્રાન્સફર કરવામાં આવે છે.

2.5 અન્ય ફાર્માસ્યુટિકલ કંપનીઓ 

અમે Boehringer Ingelheim ગ્રૂપની કંપનીઓના સહ-માર્કેટિંગ, સહ-વિતરણ અથવા અન્ય લાઇસન્સયુક્ત ભાગીદારો હોય તેવી અન્ય ફાર્માસ્યુટિકલ કંપનીઓ સાથે ફાર્માકોવિજિલન્સથી સંબંધિત માહિતી, જેમાં વ્યક્તિગત ડેટાનો સમાવેશ થઈ શકે છે, તેને શેર કરી શકીએ છીએ, જ્યાં Boehringer Ingelheimની કોઈ પ્રોડક્ટ માટેની ફાર્માકોવિજિલન્સની જવાબદારીઓ સલામતી સંબંધી માહિતીની આવી આપલેને જરૂરી બનાવે છે; આ કંપનીઓ માત્ર અમારા વતી, અમારી સૂચનાઓ અનુસાર, અમારા નિયંત્રણ હેઠળ અને આ પ્રાઇવસી પોલિસી અનુસાર જ ડેટાની પ્રક્રિયા કરે છે.

2.6 સોશિયલ પ્લગઇન અને ત્રીજા-પક્ષનું કન્ટેન્ટ 

અમે એવાં કોઈ પણ ટૂલને લાગુ કર્યા નથી, જેના દ્વારા તમે જ્યારે અમારી વેબસાઇટની મુલાકાત લો ત્યારે માહિતી સોશિયલ મીડિયાની સેવાઓના પ્રદાતાને આપમેળે ટ્રાન્સફર થઈ જતી હોય (સોશિયલ પ્લગઇન).

YouTube, Meta વગેરે જેવા સોશિયલ મીડિયાના પ્રદાતાઓને થતા કોઈ પણ ફોરવર્ડિંગ લિંકના માધ્યમથી એક્સક્લૂસિવ રીતે થાય છે, જેથી કરીને અમારી સેવાઓની તમારી મુલાકાત વિશેનો ડેટા (દા.ત. IP એડ્રેસ, સમય, URL) અથવા તમારા એન્ડ ડિવાઇસ પર ઉપલબ્ધ ડેટા (દા.ત. કૂકીની માહિતી) જ્યારે લિંકનો સભાનપણે ઉપયોગ કરવામાં આવે માત્ર ત્યારે જ સંબંધિત પ્રદાતાઓને ટ્રાન્સમિટ કરવામાં આવે.

2.7 EUની બહારના પ્રાપ્તકર્તાઓને ડેટા ટ્રાન્સફર કરવો

સત્તાધિકારીઓ, સેવાના પ્રદાતાઓ, બિઝનેસના ભાગીદારો અને Boehringer Ingelheimની કંપનીઓ EUની બહાર ડેટાની પ્રક્રિયા કરી શકે છે. આ કિસ્સામાં, અમે યુરોપિયન કાયદાનું (સામાન્ય રીતે યુરોપિયન કમિશન દ્વારા પ્રકાશિત કરવામાં આવેલી EU પ્રમાણભૂત કરારગત કલમો અથવા જો જરૂરી હોય તો, અન્ય યોગ્ય સુરક્ષાત્મક પગલાં મારફતે) પાલન કરવા માટે ડેટા સંરક્ષણના પર્યાપ્ત સ્તરને સુનિશ્ચિત કરીએ છીએ. તમે નીચે જણાવેલી સંપર્કની વિગતોનો ઉપયોગ કરીને અમારા ડેટા પ્રાઇવસી અધિકારીનો સંપર્ક કરીને વ્યક્તિગત ડેટાના યોગ્ય સંરક્ષણને લાગુ કરતા કરારની કૉપિ માંગી શકો છો.

3. જાળવી રાખવાની અવધિઓ

Boehringer Ingelheim તમારા વ્યક્તિગત ડેટાને ત્યાં સુધી સ્ટોર કરશે જ્યાં સુધી સંબંધિત હેતુઓ માટે જરૂરી હોય, જે સામાન્ય રીતે તમે વિનંતી કરેલી સેવાઓ પ્રદાન કરવા માટે હોય છે. આનો અર્થ એ થાય કે, ઉદાહરણ તરીકે, અમે તમારા યુઝર એકાઉન્ટનો ડેટા (લોગ ઇન, વ્યવસાય, નામ વગેરે) ત્યાં સુધી સ્ટોર કરીએ છીએ જ્યાં સુધી તમે તેને કાઢી ન નાખો. કેટલાક કિસ્સામાં, અમે જાળવી રાખવાની વૈધાનિક અવધિઓનું પાલન કરવા માટે વધુ લાંબા સમય સુધી તમારા ડેટાને સ્ટોર કરવા માટે બંધાયેલા હોઈએ છીએ. અમે અમુક પ્રક્રિયાકરણના હેતુઓ માટેની જાળવી રાખવાની અવધિઓને નિર્દિષ્ટ કરી છે.

(અમે અમુક પ્રક્રિયાકરણના હેતુઓ માટેની જાળવી રાખવાની અવધિઓને નિર્દિષ્ટ કરી છે.)

4. તમારા અધિકારો

તમને આનો અધિકાર છે:

  • Boehringer Ingelheim દ્વારા જેની પ્રક્રિયા કરવામાં આવતી હોય તે તમારા વ્યક્તિગત ડેટા વિશેની માહિતીની વિનંતી કરવાનો;
  • ન્યાયોચિત કિસ્સામાં, તમારા વ્યક્તિગત ડેટાને કાઢી નાખવાની, તેમાં સુધારા કરાવવાની અથવા તેના પ્રક્રિયાકરણને પ્રતિબંધિત કરવાની વિનંતી કરવાનો;
  • અમુક સંજોગોમાં, તમારો વ્યક્તિગત ડેટા સામાન્ય રીતે ઉપયોગમાં લેવા યોગ્ય ફોર્મેટમાં તમને અથવા બીજી વ્યક્તિને ટ્રાન્સફર કરવાની વિનંતી કરવાનો;
  • ડેટા સંરક્ષણ સત્તાધિકારી પાસે ફરિયાદ નોંધાવવાનો;
  • જો તમારો વ્યક્તિગત ડેટા હવે પ્રક્રિયાકરણના હેતુઓ માટે જરૂરી ન હોય અથવા તેના હજુ વધુ પ્રક્રિયાકરણ માટે કોઈ કાનૂની આધાર રહેલો ન હોય તો તેને કાઢી નંખાવવાની વિનંતી કરવાનો.
  • કોઈ પણ સમયે તમારા વ્યક્તિગત ડેટાના પ્રક્રિયાકરણ સામે ત્યાં સુધી વાંધો ઉઠાવવાનો કે જ્યાં સુધી આવું પ્રક્રિયાકરણ માત્ર Boehringer Ingelheimના કાયદેસરના હિત (અનુચ્છેદ 6 (1) f) GDPR પર આધારિત હોય. આ કિસ્સામાં, અમે ત્યારબાદ આવા વ્યક્તિગત ડેટાની પ્રક્રિયા કરીશું નહીં, સિવાય કે Boehringer Ingelheimનાં હિતો પ્રભુત્વ રાખતા હોય. તમે હિતોને તોલવ્યા વિના પ્રત્યક્ષ માર્કેટિંગ હેતુઓ માટે ડેટાના ઉપયોગ સામે વાંધો ઉઠાવી શકો છો.

જો તમે તમારા વ્યક્તિગત ડેટાના પ્રક્રિયાકરણ માટે તમારી સંમતિ આપી હોય, તો તમે ભવિષ્યમાં પ્રભાવી કરવાની સાથે કોઈ પણ સમયે તેને પાછી ખેંચી શકો છો; આ રીતે સંમતિ પાછી ખેંચવાનું, આ રીતે સંમતિ પાછી ખેંચવા સુધી થતા પ્રક્રિયાકરણની કાયદેસરતાને અસર કરશે નહીં.

5. સંપર્ક અને પ્રશ્નો

જો તમને આ પ્રાઇવસી પોલિસી વિશે અથવા અમે તમારા વ્યક્તિગત ડેટાનો કેવી રીતે ઉપયોગ કરીએ છીએ તે વિશે કોઈ પણ પ્રશ્નો હોય, તો કૃપા કરીને નીચેના સરનામે અમારો સંપર્ક કરો:

Boehringer Ingelheim International GmbH
– ડેટા સંરક્ષણ અધિકારી –
Binger Strasse 173, D-55216 Ingelheim am Rhein, Germany
ઇ-મેઇલ: datenschutz@boehringer-ingelheim.com 

જો તમને ડેટાના પ્રક્રિયાકરણના સંબદ્ધમાં હજી પણ પ્રશ્નો કે ચિંતાઓ હોય, તો તમે કોઈ પણ સુપરવાઇઝરી સત્તાધિકારીનો પણ સંપર્ક કરી શકો છો. Boehringer Ingelheim માટેના જવાબદાર સત્તાધિકારી આ છે:

Der Landesbeauftragte für den Datenschutz und die Informationsfreiheit Rheinland-Pfalz
Hintere Bleiche 34, 55116 Mainz, Germany
ઇ-મેઇલ: poststelle@datenschutz.rlp.de

6. આ પ્રાઇવસી નોટિસના ફેરફારો 

અમે સમય-સમય પર આ પ્રાઇવસી નોટિસને અપડેટ કરી શકીએ છીએ. અમારા પ્રાઇવસી સ્ટેટમેન્ટમાં થતાં અપડેટ આ વેબસાઇટ પર પ્રકાશિત કરવામાં આવશે. કોઈ પણ સુધારા અમારી વેબસાઇટ પર પ્રકાશિત થવા પર પ્રભાવી થઈ જાય છે.

છેલ્લે અપડેટ કરેલ: ઑગસ્ટ, 2021