અભ્યાસની વિગતો

LIVERAGE™ અને LIVERAGE™ Cirrhosis અભ્યાસોમાં અભ્યાસની સમાન દવાની એ જોવા માટે આકારણી થઈ રહી છે કે તે ફેટી લીવરના રોગના વિવિધ તબક્કાથી પીડિત લોકો માટે લીવરના આરોગ્યમાં સુધારો કરી શકે છે કે કેમ.

LIVERAGE™ અને LIVERAGE™ Cirrhosis એમ બંનેમાં રહેલી અભ્યાસની દવાને survodutide કહેવાય છે. Survodutideની રચના આ માટે થયેલી છે:


  • શરીરના વજનમાં ઘટાડો કરવા અને ઊર્જાના ઉપયોગમાં વધારો કરવામાં મદદ કરવા.
  • બ્લડ શુગરના સ્તરોને બહેતર બનાવવા.
  • લીવરની ચરબીના કન્ટેન્ટ અને લીવરના કડકપણા (કઠણતા)ને ઘટાડવા.

તેના કામ કરવાની રીત એટલે તે માત્ર MASHને જ કદાચ લક્ષ્યાંકિત કરતી ન હોય, પરંતુ બેકગ્રાઉન્ડમાં રહેલી આરોગ્યની એવી અવસ્થાઓને પણ લક્ષ્યાંકિત કરતી હોઈ શકે છે કે જે શરીરના ચયાપચય (આપણા શરીરમાં થતી એવી પ્રક્રિયા કે જે ખોરાકને ઊર્જામાં બદલે છે)ને અસર કરી રહી હોય.

બંને અભ્યાસોમાં survodutideની સરખામણી પ્લેસીબો સાથે કરવામાં આવી રહી છે. પ્લેસીબો survodutideની જેમ જ દેખાય છે, પરંતુ તેમા કોઈ ઉપચારાત્મક મૂલ્ય હોતું નથી.

તમારી પાસે survodutide મેળવવાની3માંથી 2 (67%) તક અને પ્લેસીબો મેળવવાની 3માંથી 1 (33% તક) હશે. આ, કમ્પ્યુટર દ્વારા રેન્ડમ (એટલે કે, તક દ્વારા) પસંદ કરવામાં આવશે. ન તો તમે ન તો અભ્યાસની ટીમ એ જાણશે કે તમે survodutide મેળવી રહ્યા છો કે પ્લેસીબો. પરિણામોને ન્યાયોચિત રીતે, કોઈ પણ પક્ષપાતી અભિપ્રાયો અથવા અપેક્ષા વિના હેન્ડલ કરવામાં આવે તેની ખાતરી કરવા માટે ક્લિનિકલ અભ્યાસોમાં ઘણી વાર આ વ્યૂહરચનાનો ઉપયોગ કરવામાં આવે છે.

Survodutide અને પ્લેસીબો એ બંને ત્વચાની બસ નીચે જાતે લેવાતા ઇન્જેક્શન દ્વારા દર સપ્તાહે એક વાર આપવામાં આવશે. તમને પોતાને અભ્યાસનાં ઇન્જેક્શન કેવી રીતે આપવાં તે તમને બતાવવામાં આવશે. તમે આ કરવા માટે સમર્થ છો અને આત્મવિશ્વાસ ધરાવો છો તેની ખાતરી કરવા માટે સંપૂર્ણ તાલીમ પ્રદાન કરવામાં આવશે. જો તમે જાતે ઇન્જેક્શન લેવામાં સમર્થ ન હો તો અન્ય વ્યવસ્થાઓ કરવામાં આવી શકે છે.

મોટાભાગની દવાઓ (મંજૂર અને અભ્યાસની દવાઓ)ની તેમના ઉપયોગ સાથે સંકળાયેલી કેટલીક આડઅસરો હોય છે. જોકે, દરેકને તેમનો અનુભવ થાય એવી અપેક્ષા રાખવામાં આવતી નથી. અગાઉના ક્લિનિકલ અભ્યાસોનાં પરિણામોના આધારે, મુખ્ય આડઅસરો તમારા પાચન તંત્રથી સંબંધિત હોય છે. Survodutide સાથે સંબંધિત કોઈ પણ આડઅસરો કામચલાઉ, નિરીક્ષણ કરવામાં સરળ અને અભ્યાસના સેટિંગમાં કાબૂમાં કરી શકાય તેવી હોય એવી અપેક્ષા રાખવામાં આવે છે. જો તમને ભાગ લેવામાં રુચિ હોય, તો અભ્યાસની ટીમના સભ્યને તમારી સાથે આ વિષય પર ચર્ચા કરવામાં ખુશી થશે.

તમને સ્વાસ્થ્યપ્રદ જીવનશૈલી સંબંધી પસંદગીઓ અપનાવવામાં સપોર્ટ કરવા માટે તમને લાંબા-ગાળાના પોષણ અને શારીરિક પ્રવૃત્તિ સંબંધી સલાહ મળશે.

અભ્યાસોનો કોઈ નિશ્ચિત સમયગાળો નથી. LIVERAGE™ અભ્યાસમાં સહભાગિતા લગભગ 7 વર્ષ સુધી ચાલી શકે છે. LIVERAGE™ Cirrhosis અભ્યાસમાં સહભાગિતા લગભગ 4.5 વર્ષ સુધી ચાલી શકે છે.

તમે નિયમિત અભ્યાસની મુલાકાતોમાં હાજરી આપશો. કેટલીક અભ્યાસની સાઇટ ખાતે થશે, અન્યને વીડિયો કૉલના માધ્યમથી રિમોટલી ગોઠવવામાં આવી શકે છે. મુલાકાતો શરૂઆતમાં દર 2 સપ્તાહે થશે, આગળ વધીને દર 4 સપ્તાહે થશે અને તે પછી મહિના 6થી આગળ દર 6 સપ્તાહે થશે.

સમગ્ર અભ્યાસ દરમિયાન, તમારે અભ્યાસનાં તમારાં ઇન્જેક્શનની તારીખ અને સમયને રેકોર્ડ કરવા તથા તમારા પોષણ અને શારીરિક પ્રવૃત્તિ વિશેની વિગતોને લૉગ કરવા માટે ડાયરીઓ ભરવી જરૂરી રહેશે.

તમારે એક કે તેથી વધુ લીવર બાયોપ્સી કરાવવાની જરૂર પડી શકે છે. આનો અર્થ એ થાય કે અભ્યાસની સાઇટ ખાતે એક પ્રક્રિયા દરમિયાન તમારા લીવરની પેશીની નાનકડી માત્રા કાઢી લેવામાં આવે છે. તમારી જમણી પાંસળીની બસ નીચેથી સોય પસાર કરવામાં આવે તેની પહેલાં તમને સ્થાનિક એનેસ્થેસિયા આપવામાં આવશે. સોયની ખાસ કરીને એવી રીતે રચના કરવામાં આવી છે કે જેથી તે લીવરની પેશીનો નાનકડો ભાગ કાઢી શકે. અભ્યાસના ડૉક્ટર પ્રક્રિયા કરતી વખતે સ્ક્રીન પર તમારા શરીરની લાઇવ ઇમેજ જોઈ શકશે. તમે પ્રક્રિયા દરમિયાન શેની અપેક્ષા રાખી શકો તે વર્ણવતા વીડિયો માટે નીચે સ્ક્રોલ કરીને આ પેજના સૌથી નીચેના ભાગમાં જાઓ.

અભ્યાસની મુલાકાતોમાં શું થાય છે?

અભ્યાસની મુલાકાતો દરમિયાન, અભ્યાસની ટીમ કેટલાક પ્રશ્નો પૂછશે અને તબીબી પરીક્ષણો કરશે. આની રચના તમારા શારીરિક અને માનસિક આરોગ્યને તપાસવા તથા એ શોધી કાઢવા માટે થયેલી છે કે તમે તમારી અભ્યાસની સારવારને કેવો પ્રતિભાવ આપી રહ્યા છો. કેટલાંક પરીક્ષણો નીચે યાદીબદ્ધ છે. તમને અભ્યાસો પૈકી એકમાં જોડાવા વિશેના કોઈ પણ નિર્ણયની પહેલાં અભ્યાસનાં તમામ પરીક્ષણોની સંપૂર્ણ વિગતો આપવામાં આવશે.

તમારા એકંદર શારીરિક આરોગ્યની તપાસ

તમારી ઊંચાઈ, વજન અને નિતંબના ભાગ તથા કમરનાં માપ રેકોર્ડ કરવામાં આવે છે

તમારા લોહીની નાની માત્રાઓ લેવામાં આવે છે તથા સલામતી અને આરોગ્યની બહુવિધ તપાસો માટે તેનું વિશ્લેષણ કરવામાં આવે છે

તમારા હૃદયની ઇલેક્ટ્રિકલ પ્રવૃત્તિને માપવાનું એક પીડારહિત પરીક્ષણ

તમારા બ્લડ પ્રેશર અને નાડી દરનાં માપ

તમે તમારી અવસ્થાનાં લક્ષણો વિશેના પ્રશ્નોના, MASHથી તમારા અને તમારા દૈનિક જીવન પર કેવી રીતે અસર પડે છે તેનો અને તમારી માનસિક સુખાકારી વિશેના પ્રશ્નોના જવાબ આપશો

તમારે તમારા લીવરના ઇમેજિંગ સ્કૅન કરાવવા પડી શકે છે

તમારે એક કે તેથી વધુ લીવરની બાયોપ્સીઓ કરાવવાની જરૂર પડી શકે છે (LIVERAGE™ અભ્યાસ માટે ઓછામાં ઓછી બે બાયોપ્સી, પરંતુ ત્રણથી વધુ નહીં; LIVERAGE™ Cirrhosis અભ્યાસ માટે તમારે કદાચ બાયોપ્સી કરાવવાની જરૂર નહીં પડે)

LIVERAGE™ અભ્યાસ

લગભગ 1800 સહભાગી (MASHથી પીડિત પરંતુ સિરોસિસ ન હોય)

લગભગ 7 વર્ષ

દર સપ્તાહે એક વાર

અભ્યાસની દવા મેળવવાની 3માંથી 2 તક

લાંબા-ગાળાના પોષણ અને શારીરિક પ્રવૃત્તિ સંબંધી સલાહ

LIVERAGE™ Cirrhosis અભ્યાસ

લગભગ 1600 સહભાગી (MASH અને સિરોસિસથી પીડિત)

4.5 જેટલા વર્ષ સુધી

દર સપ્તાહે એક વાર

અભ્યાસની દવા મેળવવાની 3માંથી 2 તક

લાંબા-ગાળાના પોષણ અને શારીરિક પ્રવૃત્તિ સંબંધી સલાહ