ભાગ લેવો

શું હું જોડાઈ શકું?

LIVERAGE™ અથવા LIVERAGE™ Cirrhosis અભ્યાસોમાંથી કોઈ પણ તમારા માટે સુયોગ્ય રહેશે કે નહીં તે જોવા માટે વિવિધ તપાસો રહેલી છે. તે બંને માટેના, ત્રણ મુખ્ય માપદંડ નીચે મુજબ છે:
  • તમારી ઉંમર 18 વર્ષ કે તેથી વધુ હોય (અને તમે તમારા દેશમાં કાનૂની રીતે વયસ્ક ગણવામાં આવતા હો).
  • તમને MASH હોવાનું નિદાન થયું હોય.
  • તમારો બોડી માસ ઇન્ડેક્સ (BMI) 27 કિગ્રા/મી2 કે તેથી વધુ હોય (એશિયન વંશીયતાની વ્યક્તિઓ માટે 25 કિગ્રા/મી2 કે તેથી વધુ).

તમે અમારા BMI કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને તમારો BMI તપાસી શકો છો. તમારે તમારી ઊંચાઈ અને વજન જાણવાની જરૂર પડશે.

વયસ્ક BMI કેલ્ક્યુલેટર

ઊંચાઈ

વજન

જો તમને આ તમારા માટે મેળ ખાત વસ્તુ લાગે અને તમે વધુ જાણવા માંગતા હો, તો કૃપા કરીને તમારી સૌથી નજીકમાં આવેલી સહભાગી અભ્યાસ સાઇટને શોધો અને તેમનો સંપર્ક કરો. અભ્યાસની સાઇટ ખાતે, તમે અભ્યાસો અંગે વિગતવાર ચર્ચા કરશો અને એ જાણશો કે તમે તેમાંથી કોઈ એકમાં ભાગ લઈ શકશો કે કેમ.

જો આ ચેકલિસ્ટની વસ્તુઓ તમારી ઓળખાણની કોઈ વ્યક્તિને સુયોગ્ય હોવાની લાગતી હોય તો તમે મિત્રની સાથે શેર પણ કરી શકો છો.

સૂચિત સંમતિ શું છે?

તમેસૂચિત સંમતિ ફોર્મ માટે સંમત થયા ન હો અને તેના પર સહી કરી ન હોય તેની પહેલાં કોઈ પરીક્ષણો અથવા આકારણીઓ થશે નહીં. આ દસ્તાવેજ, સંભવિત જોખમો અને લાભો સહિત અભ્યાસને વિગતવાર, તેમજ તમારા અધિકારો અને જવાબદારીઓને સમજાવે છે. તમે આ ફોર્મને વાંચવા અને સમજવામાં તમને જોઈએ તેટલો સમય લઈ શકો છો.

શું ભાગ લેવો મારા માટે યોગ્ય છે?

ક્લિનિકલ સંશોધનમાં ભાગ લેવા માટે કાળજીપૂર્વક વિચાર કરી લેવાની જરૂર પડે છે. ભાગ લેવો કે કેમ તે અંગે તમે નક્કી કરો તેની પહેલાં, એ વાતની ખાતરી કરો કે તમે તેમાં સામેલ કોઈ પણ સંભવિત જોખમોને સમજો છો. એ વાતની કોઈ બાંયધરી નથી કે તમને કાં તો LIVERAGE™ અથવા LIVERAGE™ Cirrhosis અભ્યાસોમાં ભાગ લેવાથી લાભ થશે. જોકે, તમે આ ક્ષેત્રના નિષ્ણાતો પાસેથી તમારા લીવરના આરોગ્યનું ગહન, લાંબા-ગાળાનું નિરીક્ષણ મેળવશો. અભ્યાસની ટીમના સભ્યોને તમને હોય તેવા કોઈ પણ પ્રશ્નોના જવાબ આપવામાં ખુશી થશે જેથી તમને બધું જાણી-સમજીને નિર્ણય લેવામાં મદદ મળી રહે.

શું મારે ભાગ લેવો પડશે?

ભાગ લેવો એ સંપૂર્ણપણે તમારી પસંદગી છે. જો તમે અભ્યાસમાં ભાગ ન લેવાનું પસંદ કરો છો, તો તેનાથી તમને જરૂર પડી શકે તેવી કોઈ પણ ભાવિ સારવારો પર અસર થશે નહીં. જો તમે અભ્યાસો પૈકી કોઈ એકમાં જોડાઓ છો, તો તમે તમારી પ્રમાણભૂત આરોગ્ય-સંભાળ માટે દંડ વિના કોઈ પણ સમયે છોડીને જવા માટે સ્વતંત્ર છો.

શું મારે અભ્યાસની સારવાર માટે ચુકવણી કરવી પડશે?

અભ્યાસથી સંબંધિત કોઈ પણ સારવાર અથવા સંભાળ માટે કોઈ શુલ્ક હશે નહીં. તમને તમારા સમય અને મુસાફરીના ખર્ચા માટે ભરપાઈ કરવામાં આવી શકે છે. અભ્યાસની ટીમ આગળની વધુ માહિતી પ્રદાન કરી શકે છે.

આ અભ્યાસોના તમામ સહભાગીઓને પોષણ અને શારીરિક પ્રવૃત્તિ સંબંધી સલાહ મળશે.